જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 2.50 લાખના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું

જોડિયા,

તા. 11/06/2020 ના રોજ જોડિયા તાલુકા ના આણદા ગામે જિલ્લા પંચાયત જામનગર ની સ્વભંડોર ની ગ્રાન્ટ માંથી 250000 (બે લાખ પચાસ હજાર) ના ખર્ચે પેવર બ્લોક ના કામ નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું. જેમાં મહિલા બાળકલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત ચેરમેન એસ.એસ.ખ્યાર ના હસ્તે કરવા માં આવ્યું.

જેમાં જોડિયા તાલુકા પંચાયત પ્રતિનિધિ વિજય ભાઈ છત્રોલાં, બીજલભાઈ આહીર કારોબારી ચેરમેન બાવલા ભાઈ નુત્યાર જિલ્લા કોંગ્રેસ જામનગર ના ઉપપ્રમુખ સિધ્રરાજ સિંહ પરમાર, જિલ્લા યુવક કોંગ્રેસ ના મહામંત્રી હાજી બારૈયા, લખતર ગ્રામ પંચાયત ના સરપંચ ભરતભાઇ ચનીયારા આણદા ગામ ના સરપંચ થતાં ગ્રામ જનો હાજરી માં કરવામાં આવ્યું.

રિપોર્ટર : શરદ રાવલ, જોડિયા

Related posts

Leave a Comment