હિન્દ ન્યુઝ, આણંદ
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે રવિ માર્કેટિંગ સિઝન ૨૫-૨૬ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ રૂ.૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે. આ ટેકાના ભાવ પર હવે રાજ્ય સરકાર દ્વારા ઘઉંના પ્રતિક ક્વિન્ટલે રૂ.૧૫૦ બોનસ આપવામાં આવશે, જેનો લાભ લેવા આણંદ જિલ્લાના ખેડૂત મિત્રોને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.
