હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નાં રથો ગામે ગામ ફરી રહ્યા છે.
જેમાં આવતીકાલે તા.૦૩/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ભદ્રાવળ-૨ (રામવાડી) અને ભદ્રાવળ, મહુવા તાલુકામાં રાણીવાડા અને રાણપરડા, શિહોર તાલુકામાં સાગવાડી અને ભડલી તેમજ પાલિતાણા તાલુકામાં જાળીયા (અમરાજી) અને હાથસળી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથ ફરશે.