હિન્દ ન્યુઝ, ભાવનગર
તળાજાના ટીમાણા ગામના અમરતબેન બારૈયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા એમનું કાચું મકાન પાકું છત્ત વાળું બન્યું હતું. આ યોજના અંતર્ગત એમને હપ્તેથી કુલ એક લાખ અને વીસ હજારની સહાય મળી હતી.
વિકસીત ભારત સંકલ્પ રથ તળાજાના ટીમાણા ગામે આવતા અમરતબેન બારૈયા એ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત જણાવ્યું હતું કે વરસાદમાં પાણી પડવાની તેમજ અન્ય ઋતુમાં પણ સમસ્યાનો સામનો એમના પરિવારને કરવો પડતો હતો. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સહાય મળતા પાકું ઘર બની ગયું હતું
આથી અમરતબેન બારૈયા અને એમનો પરિવાર ખૂબ જ ખુશ છે કે એમને પાકું ઘર બની ગયું છે અને સગવડ વધી ગઈ છે આથી સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.