તળાજાના ટીમાણા ગામના નરોત્તમભાઇ પંડ્યાને માર્ગ અકસ્માત બાદની સારવાર પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડના કારણે નિ:શુલ્ક બની

હિન્દ ન્યુઝ, ભાવનગર 

વિકસીત ભારત સંકલ્પ યાત્રા તળાજાના ટીમાણા ગામે આવી પહોંચતા પુષ્પાબેન પંડ્યા એ એમના પિતાને મળેલ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડથી નિ: શુલ્ક સારવાર મળી એ અંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી.

પુષ્પાબેન પંડ્યા એ જણાવ્યું હતું કે એમના પિતાનું અકસ્માત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે આશરે 70 હજાર જેવો ખર્ચ થાય એમ હતો ત્યારે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હોવાથી નિ: શુલ્ક સારવાર મળી હતી.

આ કાર્ડ થકી ખૂબ જ સરસ સારવાર મળી હોઈ તેઓએ સરકાર નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

 

 

Related posts

Leave a Comment