સખી મંડળ થકી આર્થિક ઉપાજન અને બચતનાં દ્વાર ખૂલ્યા : લાભાર્થી ભાવનાબેન ડાંગર

હિન્દ ન્યુઝ, ભાવનગર 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.

‘મેરી કહાની,મેરી જુબાની’ અંતર્ગત તળાજાના ટીમાણા ગામના ભાવનાબેન ડાંગર જણાવે છે કે પીર બાપા સખી મંડળ અને જય મુરલીધર સખી મંડળની રચના કરી હતી. જેમાં ૧૦ જેટલી બહેનો જોડાઈ હતી. જેમાં દર મહિને અમે સો રૂપિયાની બચત કરીએ છીએ. આ સખી મંડળ થકી આર્થિક ઉપાજન કરતાં સધ્ધર બની ઘરમાં મદદરૂપ બનીએ છીએ. અમે જે બચતના રૂપિયા બચત કરીને હવે આ યોજનામાં જોડાવાથી અમે આત્મનિર્ભર બન્યા છે. તે બદલ પીર બાપા સખી મંડળ અને જય મુરલીધર સખી મંડળના બહેનો વતી હું સરકારનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું.

 

 

Related posts

Leave a Comment