હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં ફરી રહી છે ત્યારે તળાજા તાલુકાના ટીમાણા ગામે આવી પહોંચતા કલ્પેશભાઈ બારૈયાએ એમની દીકરીને મળેલા આયુષ્યમાન કાર્ડના લાભ અંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત જણાવ્યું હતું.
કલ્પેશભાઈ છત્રપુંજભાઈ બારૈયા એ જણાવ્યું હતું કે એમની દીકરીને હૃદયમાં કાણું હોય જેની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અમદાવાદની હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર તેમજ ઓપરેશન થયું હતું તેમજ તેઓને આવવા જવાનું ખર્ચ પણ મળેલો હતો.
આમ આયુષ્યમાન કાર્ડ થકી એમની દીકરીને નવજીવન મળ્યું હતું આથી કલ્પેશભાઈ બારૈયા મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.