આઇ ખેડુત પોર્ટલ પર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરવી

હિન્દ ન્યુઝ, ભુજ

        ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in (આઇ ખેડૂત) પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૨-૨૩ માટે સહાય અરજીઓ મેળવવાની થાય છે. રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારએ સને ૨૦૨૨-૨૩ માટે આઇ ખેડુત પોર્ટલ તા.૨૧/૦૨/૨૦૨૨ થી તા.૨૧/૦૩/૨૦૨૨ સુધીમાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવનાર છે. જે ધ્યાને લઇ જીલ્લાના તમામ ખેડુતોને તેઓની જરૂરીયાતના ધટકોમાં સહાય મેળવવા માટે સુચિત સમયમર્યાદામાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે. સને ૨૦૨૨-૨૩ થી ખેડૂતો દ્વારા કરવામાં આવનાર અરજીઓનાં ઓટો ઇનવર્ડની પધ્ધતિ દાખલ કરવામાં આવેલ છે આથી, અરજદારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની રહેશે તથા કોઇ કચેરી ખાતે જમા કરાવવાની જરૂરીયાત નથી પરંતુ, ઓનલાઇન કરેલ અરજીને ખેતીવાડી ખાતા દ્વારા જો પૂર્વ મંજુરી આપવામાં આવે તો અરજદાર દ્વારા નિયત સમયમર્યાદામાં સાધનની ખરીદી કર્યા બાદ ખેડૂતે સહી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે જરૂરી સાધનિક પુરાવા સાથેનો કલેઇમ સબંધિત કચેરીએ રજુ કરવાનો રહેશે, તેવું જીલ્લા ખેતીવાડી અધિકારી, જીલ્લા પંચાયત, કચ્છ – ભુજ દ્વારા જણાવાયું

Related posts

Leave a Comment