ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી ૨૦૨૨-૨૭ – ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

“બાયોટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર કરશે-બાયોટેક્નોલોજી પોલિસી-ર૦રર-ર૭” : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીએ જાહેર કરેલી નવી બાયોટેક્નોલોજી પોલિસીની વિશેષતાઓ-વિશિષ્ટ જોગવાઇઓ • સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે • બાયો પ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે • રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના • ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી દેશની આત્મનિર્ભરતામાં ફાળો આપનાર સ્પેશ્યલ પ્રોજેક્ટસને રૂ. ૨૦૦ કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના ૨૫% સુધીની સહાય અને વધુમાં વધુ ૨૫ કરોડ પ્રતિવર્ષની મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના ૧૫% સુધી સહાય અપાશે • ટર્મ-લોન ના વ્યાજ પર ૭% ના દરે, વાર્ષિક રૂ. ૨૦ કરોડની ટોચમર્યાદામાં સહાય • પ્રિ-કલીનીક્લ ટેસ્ટિંગ-ખાનગી સેક્ટરમાં જિનોમ સિકવસીંગ-પ્લગ એન્ડ પ્લે ફસેલીટીઝ-પ્રાયવેટ સેક્ટર BSL-3 લેબ-વેક્સિન ડેવલપમેન્ટ અને મેન્યૂફેકચરીંગ-ટેસ્ટીંગ અને સર્ટિફિકેશન લેબોરેટરીઝ જેવા સ્પેશ્યલ પ્રોજેક્ટને સહાય-સપોર્ટથી ઇકોસિસ્ટમ વધુ સુગ્રથિત કરાશે • રાજ્યમાં ૫૦૦ થી વધારે ઉદ્યોગોને સહાય આ પોલિસીમાંથી અપાશે • ૧ લાખ ર૦ હજારથી વધુ નવા રોજગાર અવસરોની સંભાવના • ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર ૧૦૦% વળતર • સ્ત્રી સશક્તિકારણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે ૧૦૦% ઈ.પી.એફ. સહાય. • નવી બાયોટેક્નોલોજી પોલિસી રાજ્યમાં ઇનોવેશન ઇકોસીસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે • નવા મૂડીરોકાણો માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવવાની નેમ

Related posts

Leave a Comment