રાજકોટ,
રાજકોટ શહેર રેલવેમાં નોકરી કરતા અને કોઠી કમ્પાઉન્ડમાં રહેતા મહેન્દ્રભાઈએ તેની પુત્રીના લગ્ન માટે વર્ષ ૨૦૧૮ માં ફાઇનાન્સનો ધંધો કરતા દુષ્યંતસિંહ ઠાકુર પાસેથી ૩ લાખ ૨૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે બાદમાં વ્યાજખોર દુષ્યંતસિંહ દ્વારા મહેન્દ્રભાઈ પાસે ઊંચા વ્યાજે પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફક્ત ઊંચા વ્યાજે પઠાણી ઉઘરાણી જ નહીં પણ મહેન્દ્રભાઈ પાસે લખાણ પણ કરાવી લીધું હતું. અને ધાક ધમકી આપી હતી. મહેન્દ્રભાઈ દ્વારા આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરે મહેન્દ્રભાઈના ઘરે જઈને પણ ધમાલ મચાવી હોવાનું પણ સામે આવ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ