રાજકોટ શહેરમાં દિવસે-દિવસે કોરોના વાયરસ વધતો જાય છે. આજે સાંજે વધુ ૨ કોરોના પોઝીટિવ કેસ સામે આવ્યા છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૦.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર નહેરૂનગર-૫, આમ્રપાલી સિનેમા પાછળ રૈયા રોડ પર રહેતા ૪૦ વર્ષીય આરીફ હુસેનભાઈ ખોખરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. જેઓ રેલવે પોલીસમાં રાજકોટમાં નોકરી કરે છે. તેઓને તાવના લક્ષણો હતા. ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી. તેમના સંપર્કમાં આવેલ ૬ લોકોને હોમ કોરેન્ટાઇન કરેલ છે. તથા નહેરૂનગર શેરીનં-૫ ના ૧૪ ઘરને કન્ટેઈનમેન્ટ કરેલ છે. જેમાં ૭૧ સભ્યો છે. આ સિવાય પેરેડાઈઝ એપાર્ટમેન્ટ, રોયલપાર્ક શેરીનં.-૩ પંજાબ હોન્ડા શો રૂમ સામે, કે.કે.વી. હોલ નજીક, કાલાવડ રોડ પર રહેતા તેમજ એસ.બી.આઇ બેન્ક સિવિલ હોસ્પિટલ પાસે બેંકમાં ચીફ મેનેજર તરીકે કામ કરતા ૫૮ વર્ષીય અરૂણ યોગેન્દ્રભાઈ પાસવાનનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલ ૨૭ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરેલ છે. ત્યારે સવારમાં પણ કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો હતો. આજના દિવસમાં ૩ કેેેસ સામે આવતા શહેરમાં આંક ૧૨૩ પર પહોંચી ગયો છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment