વેરાવળ ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ

            તા. -૨૬, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર, સ્વેપ નોડલ અધિકારી, મામલતદાર દ્વારા વેરાવળમા બાઇક રેલી યોજાઇ હતી. જેમાં સરકારી બોયઝ હાઇસ્કુલ, શેઠ એમ.પી. ગર્લ્સ હાઇસ્કુલ, અંકુર સૈારભ હાઇસ્કુલ, શ્રીમતી મણીબેન કોટક હાઇસ્કુલ અને કે.કે.મોરી હાઇસ્કુલ વેરાળના શિક્ષકોએ શહેરના જાહેર માર્ગો ઉપર બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૦૨/૨૦૨૧નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.

Related posts

Leave a Comment