હિન્દ ન્યૂઝ, થરાદ
થરાદ તાલુકાના નાનોલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકે કૌંભાડ આચર્યું હોવાનો આક્ષેપ સાથે ગામના જાગૃત નાગરિક માંનાભાઈ ચોથાભાઈ રબારી દ્વારા અગાઉ જીલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે કૌંભાડ બાબતે જાગૃત નાગરિકની ઉગ્ર રજૂઆત બાદ થરાદની નાનોલ પ્રાથમિક શાળામાં શિક્ષક ચિરાગભાઈ પટેલે આચરેલ કૌંભાડની તટસ્થ તપાસ હાથ ધરવા ત્રણ તાલુકાના તાલુકા શિક્ષણાધિકારીઓએ ધામા નાખ્યા છે. ગામલોકો તેમજ એસ.એમ.સી. સભ્યોની ઉપસ્થિતિમાં તપાસ અને રેકર્ડની ચકાસણી કરવાની કવાયત આદરી દીધી છે. જોકે તપાસ અર્થે આવેલ અધિકારીઓએ વિદ્યાર્થીઓના વાલીઓના નિવેદન હાથ ધરતા વાલીઓએ જણાવ્યું હતું કે પોતાને કોઈ રકમ મળી નથી અને તેમના નામની ખોટી સહીઓ તેમજ અંગૂઠાના નિશાન દર્શાવી ઉપાચત કરી હોવાનું જણાવ્યું હતું તેમજ તપાસ ટીમ ડબલ વિદ્યાર્થીઓના નામ બાબતે શું કાર્યવાહી કરે છે તેમજ તટસ્થ તપાસ બાદ શું સત્ય હકીકત બહાર આવે છે એતો આવનારો સમય જ સાબિત કરશે.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ