થરાદની સરકારી કોલેજ દ્વારા ડેપોમાં બસ બાબતે કરેલ રજૂઆત થઈ સફળ

હિન્દ ન્યૂઝ, થરાદ

થરાદની સરકારી કોલેજ દ્વારા અગાઉ થરાદના ડેપો પ્રશાસનને અરજી કરાઈ હતી કે કોલેજ કેમ્પસ સુધી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને અવર જવર કરવામાં તકલીફ ન પડે તે માટે બસ સેવા શરૂ કરવાની માંગણી કરી હતી. આમ તો રજૂઆતને પગલે થરાદ ડેપો મેનેજરે તા. ૨૪/૦૨/૨૦૨૧ ના રોજ સરકારી કોલેજને જાણ માટે પરિપત્ર પાઠવી વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પરિપત્રમાં જણાવ્યું હતું કે શીડયુલ નંબર ૬૯ ની દેવકાપડી બસ જે વાયા વાવથી સવારના ૦૭/૪૫ વાગ્યાના સમયે જતી હતી, તેના બદલે કોલેજથી પસાર થઈ વાયા જાંદલાથી દેવકાપડી જશે તેમજ વિદ્યાર્થીઓ નાગલા સ્ટેન્ડનો પાસ કઢાવી સરકારી કોલેજે ઉતરી બસનો લાભ લઈ શકશે તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓના પાસ ઈશ્યું થયા બાદ નવીન ટ્રીપ પણ શરૂ કરાશે તેમ પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment