કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન

હિન્દ ન્યૂઝ, રાજપીપલા

         કેવડીયા ટેન્ટ સીટી-૨ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળના ઇન્કમટેક્ષ એપીલેટ ટ્રીબ્યુનલ દ્વારા આયોજિત દ્વિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ૨૦૨૧ નું આયોજન હાથ ધરાયું છે. આજે તા.૨૭/૨/૨૦૨૧ ના રોજ જેના ઉદધાટન સમારોહમાં સર્વોચ્ચ અદાલતના જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ સંજીવ ખન્ના, સોલીસીટર જનરલ તુષાર મહેતા તથા કાયદો અને ન્યાય મંત્રાલય વિભાગના સચિવો મળી કુલ ૨૦૦ ડેલીગેટ્સ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ખાસ કરીને વર્તમાન સમયમાં રાષ્ટ્રીય કર-કાયદોના વિકાસ તેમજ કાળા નાણાંના નાથવા અંગે વિશેષ ચર્ચાઓ થશે. તા.૨૮ મીએ તેના સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ખાસ ઉપસ્થિત રહેશે.

રિપોર્ટર : અંકુર ઋષિ, રાજપીપલા

Related posts

Leave a Comment