ડભોઈ યુવાનોને હવે કોરોના ની રસી માટે વડોદરાના ધક્કા નહીં થાય

હિન્દ ન્યૂઝ, ડભોઈ 

      ડભોઇ એસટી ડેપો પાસે ના ITI કેન્દ્ર ખાતે ૧૮ થી ૪૪ ની વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી ડભોઇ નગરના યુવાનો માં રસી મુકાવવા માટે વહેલી સવારથી અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

     છેલ્લા કેટલાક દિવસોથી ડભોઇ નગર ના ૧૮ થી ૪૪ વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન ની કામગીરી બંધ હતી. જેના કારણે ડભોઇનો યુવાવર્ગ રસી મુકવા માટે વડોદરા જતો હતો. પરંતુ આજરોજથી આરોગ્ય વિભાગ દ્વારા ડભોઇ નગરના યુવાનો માટે ITI કેન્દ્ર ખાતે અને તાલુકાના યુવાનો માટે સાઠોદ આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિનેશન ની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે બંને કેન્દ્રો ઉપર રસીના ૨૦૦ ડોઝ ઉપલબ્ધ થયા હતા. જેથી રજિસ્ટ્રેશન કરાવેલા યુવાનોને આજે વહેલી સવારે જ આ બંને કેન્દ્રો ઉપર વેક્સિનેશન ની કામગીરી હાથ ધરાઈ હતી .જેથી યુવા વર્ગની અંદર આનંદનો માહોલ છવાયો હતો વહેલી સવારથી યુવાનો આ બંને રસી કેન્દ્ર ઉપર રસી મુકવા માટે પહોંચી ગયા હતા. ૧૮ થી ૪૪ વય ધરાવતા નાગરિકો માટે વેક્સિનેશન શરૂ થતા વહેલી સવારથી જ આરોગ્ય વિભાગનો સ્ટાફ કામગીરીમાં લાગી ગયો હતો અને બંને વેક્સિનેશન કેન્દ્રો ઉપર ભીડભાડ જોવા મળી ન હતી.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઇ

Related posts

Leave a Comment