કોરોના વાયરસની મહામારીમાં મેડીકલ ડીગ્રી વિના જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર “બોગસ ડૉક્ટર” ને ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

 

હિન્દ ન્યૂઝ, મોડાસા

    પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓના પત્ર ક્રમાંક:-જી-૧/કા.વ્ય./ટે-૨/કોવીડ-૧૯(ફેક ડૉક્ટર)/૨૨૯૦/૨૦૨૧ તા.૨૧/૦૫/૨૧ અન્વયે તથા અભય ચુડાસમા પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સંજય ખરાત પોલીસ અધીક્ષક અરવલ્લી મોડાસા તથા બી.બી.બસીયા નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડૉક્ટર પર કાયદેસર રીતે કડક હાથે કામ લેવા સુચના અને માર્ગદર્શન આપેલ
જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. રાકેશભાઇ ધર્માભાઇ બ.નં.૦૭ નાઓને બાતમી હકિકત મળેલ કે, અરવિંદસિંહ દલપતસિંહ પરમાર રહે.રાજલી તા.મોડાસા જી.અરવલ્લીવાળો તેના ઘરની અંદર આગળના ખંડમાં દવાખાનુ બનાવી કોઇપણ જાતની ડૉકટર(મેડીકલ) ડીગ્રી વગર એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન રાખી દર્દીઓની સારવાર કરી ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરે છે. જે અન્વયે અરવિંદસિંહ દલપતસિંહ પરમાર રહે.રાજલી તા.મોડાસા જી.અરવલ્લીવાળાના ઘરે રેઇડ કરતા સદરીના ઘરના પ્રથમ ખંડમાં રાખેલ ટેબલ ઉપરથી એલોપેથીક દવાઓ, ગોળીઓ તથા મેડીકલના સાધનો કિં.રૂ.૬૭૦૧.૨૮/- તથા રોકડ રૂ.૨૨૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.૬૯૨૧.૨૮/- સાથે મળી પકડાય ગયેલ હોય તેના વિરૂધ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુ.ર.નં.૧૧૧૮૮૦૦૮૨૧૦૩૯૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૪૧૯ તથા ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટ્રીસ એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી માં અરવિંદસિંહ દલપતસિંહ પરમાર ઉ.વ.૨૫ રહે.રાજલી તા.મોડાસા જી.અરવલ્લી તેમજ કામગીરી કરનાર અધિકારીઓ માં

(૧) એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

(૨)અ.હે.કો રાકેશભાઇ ધર્માભાઇ બ.નં.૦૭ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૩)અ.લો.ર સુરેશસિંહ દોલતસિંહ બ.નં.૦૪૨૫ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૪)અ.લો.ર ભગીરથસિંહ ઇન્દ્રજીતસિંહ બ.નં.૦૩૬૭ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૫)અ.લો.ર જયરાજસિંહ લાલસિંહ બ.નં.૦૫૫૦ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment