ડભોઇ તાલુકા શિક્ષક મંડળી દ્વારા કોરોનામા અવસાન પામનાર શિક્ષકના વારસદારને ‘ કલ્યાણનિધિ સહાય ફંડ ‘ના રૂપિયા સાત લાખનો ચેક ધારાસભ્ય શૈલેષભાઈના હસ્તે અપાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ 

     ડભોઇ તાલુકા શિક્ષકોની સહકારી મંડળી દ્વારા આજરોજ સુંદરકુવા પ્રાથમિક શાળાના શિક્ષક સ્વ.જતનભાઈ એન.રાઠવા કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી આ શિક્ષકો ની મંડળી દ્વારા તેમના વારસદારોને ‘શિક્ષક કલ્યાણ નિધિ સહાય ફંડ’ ના રૂપિયા સાત લાખ નો ચેક ડભોઇ -દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે અને વડોદરા જિલ્લા જીલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
   હાલમાં ચાલતી આ કોરોનાવાયરસ ની મહામારીમાં વડોદરા જિલ્લા માંથી લગભગ ૫૦ થી ૬૦ અને ડભોઈ તાલુકામાં બે જેટલા શિક્ષકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. આ ડભોઇ તાલુકા ની શિક્ષકોની સહકારી મંડળી દ્વારા મંડળીના સભ્યોને આ શિક્ષક કલ્યાણ નિધિ ની સહાય તેમના પરિવારના સભ્યોને આપવામાં આવે છે જેનાથી પરિવારના સભ્યોને પોતાનું ગુજરાન ચલાવવામાં સહાય રૂપ થાય તે માટે આ મંડળી શિક્ષકોના વારસદારોને સહાય પૂરી પાડે છે. આમ ડભોઇ સુંદરપુરા પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવતા શિક્ષક સ્વ જતન ભાઈ એન. રાઠવા નું કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું. જેથી આ શિક્ષકોની સહકારી મંડળી દ્વારા તેમના પરિવારના વારસદારોને ૭ લાખ રૂપિયાનો ચેક તેમજ તેમની બચતની રકમ વ્યાજ સહિત ૧,૧૬,૦૦૦ આમ કુલ મળી રૂપિયા ૮,૧૬,૦૦૦ નો ચેક દર્ભાવતિ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે અને વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલની ઉપસ્થિતિમાં આજે સુપ્રત કરવામાં આવ્યો હતો. અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જણાવ્યું હતું કે શિક્ષકો પણ એક કોરોના વોરીયસૅ કેવાય આ કોરોના વોરીયસૅ ને સરકાર જે ૨૫ લાખ રૂપિયાની સહાય આપે છે તેવી જ રીતે શિક્ષકોનો પણ કોરોના વોરિયર્સ તરીકે સમાવેશ થવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.જો શિક્ષક યુનિયનના પ્રતિનિધિઓ સરકાર સમક્ષ રજૂઆત કરે તો ધારાસભ્ય તરીકે હું પણ તેઓની રજુઆત સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરીશ. શિક્ષક એ એક કેળવણી નું મૂળ છે માટે શિક્ષકને પણ તેના મળવાપાત્ર હકકો પણ મળવા જોઈએ. આમ ડભોઇ તાલુકા ની શિક્ષક મંડળી શિક્ષકોને સહાયરૂપ થાય છે તે એક આગવું કાયૅ છે જેને શૈલેષભાઈ મહેતાએ બિરદાવ્યું હતું.

રિપોર્ટર : રાજેશ વાળંદ, ડભોઈ

Related posts

Leave a Comment