ભાવનગરમાં તા.૮ થી ૧૪ ઓકટોબર નવરાત્રી મેળાનુ આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર

      ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન (DAY- NRLM) ના ઉપક્રમે ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના વેચાણ હેતુ નવરાત્રી મેળાનુ આગામી તા. ૦૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩ સુધી સરદાર સ્મૃતિ હોય કેસેટ સર્કલ, ભાવનગર ખાતે આયોજન કરવામાં આવશે.  

 ભાવનગર જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત મહિલા સ્વ સહાય જૂથોની રચના કરવામાં આવેલ છે આ જૂથોમાં જોડાયેલ ગ્રામીણ મહિલાઓના સામાજીક અને આર્થીક વિકાસ હેતુ વિવિધ તાલીમો, નાણાકીય સહાય અને તેમના દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓના માર્કેટીંગ જેવી કામગીરી કરી મહીલાઓને આત્મનિર્ભરતા તરફ લઇ જવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે.

 ભાવનગર જિલ્લાના મહિલા સ્વ સહાય જુથો દ્વારા ઉત્પાદીત વિવિધ ચીજ વસ્તુના વેચાણ માટે ગ્રામીણ મહિલાઓને પ્લેટફોર્મ પુરું પાડવાના હેતુથી આગામી તા. ૧૫-૧૦-૨૦૨૩ થી શરુ થતા નવરાત્રી તહેવારના અનુસંધાને તહેવાર નિમિત્તે આગામી તા. ૦૮-૧૦-૨૦૨૩ થી તા. ૧૪-૧૦-૨૦૨૩ સુધી સરદાર સ્મૃતિ હોલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે નવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાનું ઉદ્ઘાટન તા. ૦૮-૧૦-૨૦૨૩ના રોજ કરી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવનાર છે. આ મેળામાં ૧૦ સ્ટોલમાં ગ્રામ્ય વિસ્તારના સ્વ સહાય જુથોની મહીલાઓએ ભાગ લઇ તેમના દ્વારા ઉત્પાદીત ચીજ વસ્તુઓ જેવી કે રાખડી, ઇમિટેશન જવેલરી, દોરી વણાટના ઝુમર, તોરણ, હિંચકા, ડ્રેસ મટીરીયલ, ઓર્ગેનિક મધ, લેધર બેગ, લેડીઝ પર્સ, ભરત ગુંથણની વિવિધ આઇટમો, ચણીયા ચોળી, હેંડ પ્રિન્ટેડ ફેન્સી બેગ, ખાખરા, વુડન ટોયઝ, મેંગો પલ્પ, રેઝીન આર્ટ, એલોવેરા જ્યુસ, કુકીઝ વિગેરેનું વેચાણ કરવામાં આવનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી જિલ્લાના ગ્રામીણ ઉત્પાદનોની ખરીદી કરી મહીલાઓના આત્મવિશ્વાસને બુલંદ બનાવવા જિલ્લા ગ્રામ વિકાસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment