તળાજાના ટીમાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો કાર્યક્રમ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે એવી પહેલના ભાગરૂપે દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે તળાજાના ટીમાણા ગામે ખાતે આવી પહોંચેલી “વિકસિત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લામા લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટ્ય તથા પ્રાર્થના થકી કરવામાં આવી હતી. આ પ્રસંગે તળાજાના ટીમાણા ગામની શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા સ્ટોલનું પણ પ્રદર્શન ઉભુ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજનાકીય લાભોનાં લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીમાં પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતાં. વિવિધ વિભાગોનાં લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાંત અધિકારી વિકાસ રાતડા, તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી સહિતનાં જનપ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગનાં અધિકારી/કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

 

 

 

Related posts

Leave a Comment