મહીસાગર જિલ્લા કલેકટરની કેપ્ટનશીપમાં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર 

    મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.

   આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જિલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, અધિક નિવાસી કલેકટર સી.વી લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં જિલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણતાએ જિલ્લા કલેકટરએ તમામ સહયોગીઓને અભિનંદન પાઠવતા મતદાતાઓને પ્રત્યેક મતની કિંમત સમજાવી મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવવા સૌના યોગદાનની અપીલ કરી હતી.

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

 

 

Related posts

Leave a Comment