હિન્દ ન્યુઝ, ભાવનગર
રાજ્યમાં નાના ખેડૂતો. સામાન્ય નાગરિકો, રાજ્ય સરકારના કામો કરતા ઠેકેદારો અને ખનિજ ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગ સાહસિકો વગેરે સામે કાયદા/ નિયમોની ઓછી જાણકારી, હિસાબોની ભૂલો અને બન્ય કારણોસર ગૌણ અને મુખ્ય ખનિજોના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોના ખાણ ખનિજના બાકી લેણાં ઉપસ્થિત થયેલ હોય છે. તેમજ લીઝધારકો સમયસર રોયલ્ટી, ડેડરેન્ટ વગેરે લાગુ પડતાં નાણાં સમયસર ભરપાઇ ન કરેલ હોય તેવાં કેસોમાં વ્યાજ પણ લાગુ પડે છે. રાજ્યના ઉદ્યોગ ધંધાઓને કોવીડ- ૧૯ની વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નિક્ળ્યા બાદ પૂરતો વેગ મળે અને અનિવાર્ય સંજોગોને કારણે જે નાગરિકો બાકી લેણાંના ભારણમાં આવી ગયા હોય તેવા લોકોને રાહત મળી રહે તેવા શુભાશયથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ તા. ૦૯/૦૬/૨૦૨૨થી રાહત યોજના મર્યાદીત સમય માટે અમલમા મુકવામાં આવેલ છે. રાહત યોજનાની ઠરાવ ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશ્નરની વેબસાઇટ પરથી મેળવી શકાશે. જે લોકોને આ યોજના લાગુ પડતી હોય અને તેનો લાભ લેવાં ઇચ્છતા હોય તેવા લોકોએ લેખિત અરજી સાથે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભાવનગર જિલ્લા કલેકટર કચેરી, ભાવનગર ખાતે કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકશે તેમ ભૂસ્તરશાસ્ત્રી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરો (ભાવનગર) : હકીમ ઝવેરી