હિન્દ ન્યુઝ, બેસાણ
સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી અને રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન દ્વારા ઇચ્છાપોર ગામ ની સરકારી પ્રાથમિક શાળા-2 ના ધોરણ ૧ થી ૮ના જરૂરિયાતમંદ વિધાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થવા વિનામૂલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ વિધાર્થીઓને નાસ્તા માં સમોસા અને બિસ્કિટ ના પેકેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી, રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન ના ડાયરેક્ટર મનીષ રાઠી અને શ્રીમતી સપના રાઠી તેમજ વોલીનટીર્સ ઉપસ્થિત રહ્યા હતા.

મનીષ રાઠી અને પ્રતીક મિસ્ત્રી એ જણાવ્યું કે આગામી દિવસો માં આ શાળા ના બાળકો ને સ્કૂલ યુનિફોર્મ અને સ્કુલ બેગ વિના મુલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ અન્ય શાળાઓ માં પણ વિના મુલ્યે નોટબૂક વિતરણ કરવામાં આવશે. ઇચ્છાપોર પ્રાથમિક શાળા-2 ના આચાર્ય અને શિક્ષકો એ સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી અને રેવતી હેલપિંગ હૅન્ડસ ફાઉન્ડેશન નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સમાજ સેવક પ્રતીક મિસ્ત્રી અને મનીષ રાઠી બને વર્ષો થી ભેગા મળી ને અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમ ના વડીલો ને મૂવી બતાવાનુ, સરકારી શાળા ના જરૂરિયાતમંદ બાળકો ને અભ્યાસ માટે નોટબુક, સ્ટેશનરી, વોટર બોટલ, સ્કુલ બેગ, યુનિફોર્મ, આર્થિક રીતે પછાત લોકો ને મેડીકલ અને રાસન કીટ ની સહાય વગેરે સેવાકીય પ્રવુતિઓ કરતા રહે છે.
રિપોર્ટર : પ્રતીક મિસ્ત્રી, ભેસાણ

