ગીર સોમનાથ ફાયર વિભાગની ત્વરિત કામગીરી, તાલાળા ચોકડી પાસે વેસ્ટમાલમાં લાગેલી આગ બૂઝાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથના તાલાળા ચોકડી નજીક પ્રાઈવેટ કંપનીની ગેસ લાઈન લીકેજ હોવાથી તેની ઉપર રહેલા વેસ્ટમાલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ ફાયરવિભાગને થતાં ચીફ ફાયર ઓફિસર રવિરાજસિંહની ટીમ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર ટીમ વોટર બ્રાઉઝર સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને વેસ્ટમાલ પર પાણીનો મારો ચલાવી અને આગ બૂઝાવી હતી. આગને સત્વરે બૂઝાવ્યા પછી ગેસ લીકેજનો મેઈન વાલ્વ બંધ કરી વધુ હાનિ થતાં અટકાવી હતી. આ રીતે ગીર સોમનાથના ફાયર વિભાગે ગણતરીની પળોમાં જ ઉત્તમ કામગીરી…

Read More

કોડીનાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગીર સોમનાથ દ્વારા તા.૧૦-૦૧-૨૦૨૪ના રોજ કોડીનાર ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો-ટેકનોલોજી પ્રદર્શન અને પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૪૦થી વધુ જુદા-જુદા પાકની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે અને જુદી-જુદી ટેકનોલોજીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાંથી અંદાજીત રૂ.૩,૦૦,૦૦૦નું વેચાણ થયું હતું. આ કાર્યક્રમમાં ૨૩૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક જીતેન્દ્રસિંહે ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ તેમજ એ.એમ.કરમુરે ગુજરાત રાજયની બાગાયત ખાતાની સરકારની…

Read More

કાલાવડ તાલુકાના આનંદપર ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ     જામનગર જિલ્લાના પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. કાલાવડ તાલુકાના આનંદપર મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલન વિષયના વક્તાઓ દ્વારા પશુપાલનની તમામ સહકારી યોજનાઓ, પશુ શુદ્ધ સંવર્ધન, પશુપોષણ, પશુ રહેઠાણ, વાછરડી ઉછેર, પશુરોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પાનસુરીયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં પશુપાલક મિત્રો હાજર રહ્યા હતા.    

Read More

ઉત્તરાયણના પર્વ નિમિત્તે સલામતી જાળવવા પશુપાલન વિભાગે કરી તાકીદ

હિન્દ ન્યુઝ, જામનગર      આગામી તા.14 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજ્ય સરકારના માર્ગદર્શન તળે ઉત્તરાયણના પર્વ પર અબોલ જીવોની મદદ કરવા માટે કરુણા અભિયાન જેવા ઉમદા કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. જામનગર જિલ્લામાં અબોલ પશુ-પંખીઓની સલામતી તેમજ રાજ્યના તમામ નાગરિકોની સલામતી જળવાય રહે તે હેતુથી માર્ગદર્શક સૂચિ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, (1) પશુઓને ભારે માત્રામાં લીલોચારો, સૂકોચારો કે ઘુઘરી આપવાથી પશુઓની પાચનક્રિયામાં માઠી અસર પહોંચે છે. તેમજ પશુને આફરો ચડે છે. (2) પશુઓને કુમળી લીલી જુવાર ખવડાવાથી પશુને ફૂડ…

Read More

જામનગર મહાનગરપાલિકા કક્ષા/ શહેર કક્ષાએ પરંપરાગત રમતો માટેની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર  રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર દ્વારા સંચાલિત જામનગર મહાનગરપાલિકા (શહેર) કક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. ચાલુ વર્ષ- 2024 માં જામનગર શહેરમાં 19 વર્ષથી નીચેના વયજૂથમાં સમાવિષ્ટ ખેલાડીઓ માટે ભારતીય સંસ્કૃતિની જુની રમતો જેમ કે સાતોલીયું (લગોરી), લંગડી, દોરડા કૂદ (જમ્પ રોપ), કલરીપટ્ટટુ અને માટીની કુસ્તી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ઈચ્છુક સ્પર્ધકોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જામનગર…

Read More

જામનગર જિલ્લાના વર્ષ ૨૦૨૩-૨૪માં રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ અથવા ભાગ લીધેલ ખેલાડીઓનું પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સન્માન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર આગામી ૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી જોડીયા ખાતે કરવામાં આવશે. જે ઉજવણી અંતર્ગત વિવિધ રમત ક્ષેત્રે સિદ્ધી મેળવેલ ખેલાડીઓનાં સન્માન કરવાના હોવાથી વર્ષ ૨૦૨૩-૨૪ માં કોઇ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ હોઇ અથવા ભાગ લીધેલ હોઇ તેવાં ખેલાડીઓની યાદી તા.૧૮/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ખાતે પ્રમાણપત્રોની નકલ સાથે લેખીત અરજી કરી કચેરી સમય દરમીયાન મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલ કોઇપણ ખેલાડીનું નામ કે યાદી સ્વીકારવામાં આવશે નહીં. રાષ્ટ્રીયકક્ષાએ વિજેતા થયેલ અને ભાગ લીધેલ ખેલાડીઓની જ યાદી મોકલવાની રહેશે.સિદ્ધીઓને ધ્યાનમાં રાખીને પસંદગી…

Read More

જામનગર જિલ્લાના વાહન માલિકો તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર  જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ હેવી ગુડ્સ વાહન અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહન માટેની તમામ જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.16/01/2024થી 20/01/2024, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.20/01/2024થી 22/01/2024 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.22/01/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ…

Read More

वैशाली जिले में पंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित एक दिवसीय प्रखंड अंचल स्तरीय प्रशिक्षण-सह-कार्यशाला का शुभारंभ

हिन्द न्यूज़, बिहार वैशाली जिले में पंचायत स्तरीय फसल कटनी प्रयोग से संबंधित एक दिवसीय प्रखंड अंचल स्तरीय प्रशिक्षण-सह-कार्यशाला का शुभारंभ जिला कृषि कार्यालय, वैशाली के सभागार में जिला सांख्यिकी पदाधिकारी अरविन्द कुमार एवं जिला कृषि पदाधिकारी डॉ वेद नारायण सिंह, वैशाली द्वारा संयुक्त रूप दीप प्रज्जवलित कर किया गया।      जिला सांख्यिकी पदाधिकारी अरविन्द कुमार द्वारा अपने सम्बोधन में कहा गया कि सांख्यिकी आँकड़े से ही सरकार के नीति निर्धारण में काफी अधिक महत्व है। अतः आँकड़ो का ससमय संग्रहण एवं प्रेषण आवश्यक है। विलम्ब से प्राप्त आँकड़ो…

Read More

જામનગર જિલ્લાના વાહન માલિકો તમામ પ્રકારના વાહનોની જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના તમામ વાહન માલિકો ટુ-વ્હીલર, ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ હેવી ગુડ્સ વાહન અને અન્ય ટ્રાન્સપોર્ટ વાહન માટેની તમામ જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.16/01/2024થી 20/01/2024, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.20/01/2024થી 22/01/2024 સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.22/01/2024 ના રોજ બપોરે 04:00 કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.…

Read More

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત રમતોની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર  ગુજરાત સરકાર નાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગતનાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત-ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત જામનગર જિલ્લાકક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધા ચાલુ વર્ષે યોજવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સ્પર્ધામાં જામનગર ગ્રામ્યના ૧૯ વર્ષ થી નીચેના ખેલાડીઓ ભાગ લઇ શકશે. સ્પર્ધામાં આપણી જુની રમતો સાતોલીયું(લગોરી), લંગડી, દોરડા કૂદ(જમ્પરોપ), કેલરીપટ્ટટુ અને માટીની કુસ્તી સ્પર્ધાઓનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા સ્પર્ધક ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જામનગર ગ્રામ્ય,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહ કીકેટ…

Read More