જામનગર મહાનગરપાલિકા કક્ષા/ શહેર કક્ષાએ પરંપરાગત રમતો માટેની સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

 રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, જામનગર શહેર દ્વારા સંચાલિત જામનગર મહાનગરપાલિકા (શહેર) કક્ષાએ પરંપરાગત રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

ચાલુ વર્ષ- 2024 માં જામનગર શહેરમાં 19 વર્ષથી નીચેના વયજૂથમાં સમાવિષ્ટ ખેલાડીઓ માટે ભારતીય સંસ્કૃતિની જુની રમતો જેમ કે સાતોલીયું (લગોરી), લંગડી, દોરડા કૂદ (જમ્પ રોપ), કલરીપટ્ટટુ અને માટીની કુસ્તી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ઈચ્છુક સ્પર્ધકોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી, જામનગર શહેર, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહ ક્રીકેટ પેવીલીયન (ક્રિકેટ બંગલો), જિલ્લા પંચાયત સામે, જામનગર-361001 ખાતેથી આગામી તા.17 જાન્યુઆરી સુધીમાં મેળવી લેવાનું રહેશે.

આ નિયત નમૂનાના અરજી પત્રકમાં સ્પર્ધકોએ પોતાની સંપુર્ણ વિગતો ભરીને અત્રેની કચેરી સમય દરમિયાન મોકલી આપવાનું રહેશે. સુનિશ્ચિત કરાયેલી સમય મર્યાદામાં આવેલા પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકને ખાસ નોંધ લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી બી.જે.રાવલીયા, જામનગર શહેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

 

Related posts

Leave a Comment