ગીર સોમનાથ ફાયર વિભાગની ત્વરિત કામગીરી, તાલાળા ચોકડી પાસે વેસ્ટમાલમાં લાગેલી આગ બૂઝાવી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 ગીર સોમનાથના તાલાળા ચોકડી નજીક પ્રાઈવેટ કંપનીની ગેસ લાઈન લીકેજ હોવાથી તેની ઉપર રહેલા વેસ્ટમાલમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ ફાયરવિભાગને થતાં ચીફ ફાયર ઓફિસર રવિરાજસિંહની ટીમ દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી હતી.

આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર ટીમ વોટર બ્રાઉઝર સાથે તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને વેસ્ટમાલ પર પાણીનો મારો ચલાવી અને આગ બૂઝાવી હતી. આગને સત્વરે બૂઝાવ્યા પછી ગેસ લીકેજનો મેઈન વાલ્વ બંધ કરી વધુ હાનિ થતાં અટકાવી હતી. આ રીતે ગીર સોમનાથના ફાયર વિભાગે ગણતરીની પળોમાં જ ઉત્તમ કામગીરી કરી માલમિલકતને નુકસાન થતાં અને જાનહાનિ થતાં અટકાવી હતી.

Related posts

Leave a Comment