કોડીનાર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગીર સોમનાથ દ્વારા તા.૧૦-૦૧-૨૦૨૪ના રોજ કોડીનાર ખાતે પ્રાકૃતિક કૃષિ મેળો-ટેકનોલોજી પ્રદર્શન અને પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૪૦થી વધુ જુદા-જુદા પાકની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની પેદાશોના પ્રદર્શન અને વેચાણ માટે અને જુદી-જુદી ટેકનોલોજીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાંથી અંદાજીત રૂ.૩,૦૦,૦૦૦નું વેચાણ થયું હતું. આ કાર્યક્રમમાં ૨૩૦૦ થી વધુ ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક જીતેન્દ્રસિંહે ઉપસ્થિત સર્વેનુ શાબ્દિક સ્વાગત કર્યું હતુ તેમજ એ.એમ.કરમુરે ગુજરાત રાજયની બાગાયત ખાતાની સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ એસીએલ યુનિટ હેડ રાજીવ જૈને વિકસીત ભારત બનાવવા માટે સ્વચ્છતા, પાણી સંરક્ષણ અને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યા હતો.

આ તકે, પ્રગતિશીલ ખેડૂત ઠાકરશીભાઈ ધાનાણી તેમજ જતીનભાઈ દૂધાતે પ્રાકૃતિક કૃષિ અન્વયે પોતાના અનુભવો જણાવ્યા હતાં તેમજ નાયબ ખેતી નિયામક વિસ્તરણ ડી.એસ.ગઢીયાએ પ્રાકૃતિક કૃષિની આવશ્યક્તા અને તેના ઘટકો વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

આત્મા પ્રોજેકટ ડાયરેકટર ડી.બી.વઘાસિયાએ કેવીકે અને એસીએફ દ્વારા પ્રાકૃતિક કૃષિ અન્વ્યે કરવામાં આવતી પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતાં અને શ્રી મનુભાઈ ગોહિલે પ્રાકૃતિક ખેતીમાં પશુપાલનના મહત્વ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે મનીપ બલદાણીયાએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનુ સફળ સંચાલન કેવીકેના પાક સંરક્ષણ નિષ્ણાંત રમેશભાઈ રાઠોડએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા કેવીકે, એસીએફ, બીસીઆઈ, સોરઠ મંડળી, આત્મા પ્રોજેકટ અને ખેતીવાડીની ટીમના તમામ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ તકે, કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ પરમાર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિશાલભાઈ ગાધે, એસીએલ એચ.આર.હેડ અરવિંદમ ગૌસ્વામી, રીજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર નિલેશભાઈ ચાવડા, ઈન્ચાર્જ જીલ્લા ખેતીવાડી અધિકારી એ.એમ.કરમુર, નાયબ બાગાયત નિયામક મનુભાઈ ગોહિલ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment