કાલાવડ તાલુકાના આનંદપર ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ

    જામનગર જિલ્લાના પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તે હેતુથી પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. કાલાવડ તાલુકાના આનંદપર મુકામે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પશુપાલન વિષયના વક્તાઓ દ્વારા પશુપાલનની તમામ સહકારી યોજનાઓ, પશુ શુદ્ધ સંવર્ધન, પશુપોષણ, પશુ રહેઠાણ, વાછરડી ઉછેર, પશુરોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ શિબિરમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પાનસુરીયા, નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં પશુપાલક મિત્રો હાજર રહ્યા હતા.

 

 

Related posts

Leave a Comment