કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના ગ્રાઉન્ડમાં કરવામાં આવી. શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો આમ 2 પરેડ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપવામા આવી. આ કાર્યક્રમમાં નિકાવાની તમામ શાળાઓ, જેમા સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓ તેમ દરેક શાળાઓમાંથી વિદ્યાર્થી મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ નિકાવા ગામનાં સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, બહોળી સંખ્યામાં ગ્રામજનો, આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડયા. તેમજ ધ્વજવંદનથી લઇ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ…

Read More

ભરડવા ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી

હિન્દ ન્યુઝ,ભરડવા ભરડવા ખાતે શ્રી સરસ્વતી વિદ્યાલય ભરડવા હાઈસ્કૂલ ખાતે 26મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી. સ્કૂલના પ્રિન્સિપલ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા ગામના પધારેલા મહેમાનો સાથે મળી 26 જાન્યુઆરી નિમિત્તે 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. શાળા પરિવાર તરફથી જુદી જુદી સ્પર્ધા ઓમા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું. સૌ સાથે મળીને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર : વિષ્ણુ સાધુ, ભરડવા

Read More

પેટલાદ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, આણંદ        આણંદ જિલ્લાના પેટલાદ ખાતે જિલ્લા કક્ષાના ૭૫ માં પ્રજાસતાક પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી અર્પણ કરી હતી. ધ્વજવંદન બાદ જિલ્લા્ કલેકટર પ્રવીણ ચૌધરી સાથે જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ એ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરએ નાગરીકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવીને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહૂતી આપનાર અનેક નામી અનામી શહિદોને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરી ભારતના ભવ્ય અને પ્રેરક બંધારણના નિર્માણમાં અમૂલ્ય યોગદાન…

Read More

જસદણ ન્યયાલાય ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ         જસદણ ન્યયાલાય ખાતે ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ. જેમાં જસદણના નામદાર મ્હે.પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કે.એન.દવે, વિંછીયાના નામદાર મહે.પ્રિન્સિપાલ સિવિલ જજ કે.એન.જોષી, રજિસ્ટ્રાર એમ.બી.પંડ્યા, ન્યાયાલયના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વકીલોની હાજરીમાં ઉત્સાહથી ૭૫ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

જસદણમાં નમો નવા મતદાતા કાર્યક્ર્મ યોજાયો 

હિન્દ ન્યુઝ, જસદણ     ગુજરાત પ્રદેશ યુવા મોરચા અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ તેમજ જિલ્લા પ્રભારી મહાવીર સિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ મોલીયા ના માર્ગદર્શન હેઠળ જસદણ શહેર યુવા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા દ્વારા જસદણ ખાતે હરિ બાપા કોલેજ ગ્રાઉન્ડ માં નમો નવા મતદાર કર્યક્રમ નુ આયોજન કરેલ. આ કાર્યક્રમ માં આદરણીય વડાપ્રધાન મોદી લાઈવ સંબોધન કરી દેશ ના પ્રથમ નવા મતદાર ને જાગૃત કરેલ અને આવનારી પેઢી મજબૂત બને તે બાબતે ચર્ચા કરેલ. આ કાર્યક્રમ માં જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, તાલુકા…

Read More

જસદણ નગરપાલીકા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કામનું ખાત મુર્હૂત કરવામા આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 પર આવેલ ગઢડીયા રોડ ઉપર વરસાદી પાણી નિકાલ માટેનો ના કામનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કામ અંદાજે 50 લાખ રૂપિયાની માતબર રકમ ના ખર્ચે કરવામાં આવવાનું છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન ચંદુભાઈ કચ્છી તેમજ વોર્ડ નંબર 3 પૂર્વ સદસ્ય પંકજભાઈ ચાંવ, જેડીભાઇ ઢોલરીયા, લાલાભાઇ છાયાણી તેમજ અન્ય કોર્પોરેટર હરેશભાઈ ધાધલ, દીપકભાઈ ગીડા, બસીરભાઈ પરમાર, પ્રવીણભાઈ પરમાર, દીપેશભાઈ અંબાણી, દુર્ગેશભાઈ કુબાવત તેમજ દીપકભાઈ મંડીર, જેઠુંરભાઈ દરબાર, વિસ્તારના…

Read More

ગળતેશ્વર તાલુકા ના વસો ગામે ખાતે ૭૫ મો પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગળતેશ્વર         ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વસો ગામ ના સરસ્વતી વિદ્યાલય પ્રાથમિક શાળા માં ૭૫ માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી ના સૂત્ર ને ધ્યાન માં રાખતા બેટી બચાઓ, બેટી પઢાઓ વસો ગામ સારું ભળતર કરનાર દર્શના પ્રજાપતિ ના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું. ત્યાર બાદ પ્રાથમિક શાળા ની વિધાર્થીનીઓએ દેશ ભક્તિ ગીત પર અભિનય કર્યું અને પ્રાથમિક શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, સભ્ય અને  ગ્રામજન મોટી સંખ્યામાં હાજર રહ્યા. રિપોર્ટર : મોહીન મલેક, ગળતેશ્વર

Read More