ધ્રોલ એપીએમસી ખાતે કૃષિ પરીસંવાદ અને કૃષિ પ્રદર્શન સ્ટૉલનું આયોજન કરાયું

રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ એપીએમસી ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન શિયારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્ર જામનગરના કૃષિ વૈજ્ઞાનિક ડો. એમ.એમ.તળપદા અને ડો. આર જે ચૌધરીએ ખેડુતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવોનુ આદાન-પ્રદાન કર્યુ હતું. કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર,બેસ્ટ આત્મા એવોર્ડ અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સેવાસેતુ કાર્યક્રમ, પશુ સારવાર કેમ્પ, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુના સ્ટોલ, કૃષિની સહાય યોજાનાઓ અંગેનો સ્ટોલ પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જી.એ.ટી.એલ.ના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં મામલતદાર સુ ટી.બી. ત્રિવેદી, મદદનીશ ખેતી નિયામક આર.સી.ગજેરા, વિસ્તરણ અધિકારી શિયાર, એ.પી.એમ.સી. ચેરમેન દેવકરણભાઇ ભાલોડીયા તથા અન્ય અધિકારીઓ, અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment