જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લાના જામજોધપુર એ.પી.એમ.સી. ખાતે રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત કૃષિ પરીસંવાદ, કૃષિ પ્રદર્શન સ્ટૉલ અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

કાર્યક્રમ દરમિયાન કૃષિ યાંત્રીકરણ, સોલાર પાવર યુનિટ અને બાગાયતના મધમાખી યુનિટના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પશુ સારવાર કેમ્પ, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, સેવાસેતુના સ્ટોલ, કૃષિની સહાય યોજાનાઓ અંગેનો સ્ટોલ પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જી.એ.ટી.એલ. તેમજ અન્ય સ્ટોલ રાખવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન, જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદીપભાઈ, જામજોધપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા, એ.પી.એમ.સી.ના ડિરેક્ટર, તાલુકા વિકાસ અધિકારી જે.કે. બલદાણિયા, મદદનીશ ખેતી નિયામક, પૂર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ સાપરિયા, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment