હિન્દ ન્યુઝ, ડાંગ
રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા એસ.ટી. ડેપો વિભાગ દ્વારા બોરખલ ગામ નજીક આવેલા આદિવાસી સમાજના પરંપરાગત આસ્થાના કેન્દ્ર અને આરાધ્ય દેવ નળદાના ‘મોટા દેવ’ મંદિર પરિસરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ અભિયાન અંતર્ગત ડેપોના અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રમદાન આપી સમગ્ર મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાંથી કચરો એકત્ર કરી સંપૂર્ણ જગ્યાને સ્વચ્છ અને સુઘડ બનાવી હતી. ધાર્મિક અને પવિત્ર સ્થળોની ગરિમા જળવાઈ રહે તથા પર્યાવરણની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી એસ.ટી. વિભાગ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
