હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાજરા સંશોધન કેન્દ્રના હેડ અને સંશોધન કૃષિ વૈજ્ઞાનિક કે.ડી.મૂંગરા દ્વારા પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્નનું દૈનિક જીવનમાં મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમજ ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો વર્ણવ્યા હતા. આ કાર્યક્રમમાં કૃષિ યાંત્રીકરણ, કિશાન પરીવહન અને બાગાયત વિભાગના ટ્રેકટરના સહાય મંજુરી પત્રો/પેયમેંટ ઓર્ડર અને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ તેમજ આત્મા શાખા દ્વારા પ્રગતિશીલ ખેડુતોને સન્માનપત્રોનું ધારાસભ્ય શ્રીમતી રિવાબા જાડેજા તેમજ મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પ, આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા વિવિધ મિલેટસમાંથી બનતી વાનગીના સ્ટોલ, કૃષિ પ્રદર્શન, કૃષિની સહાય યોજાનાઓ અંગેનો સ્ટોલ, કૃષિ યાંત્રીકરણ ,બાગાયત, આત્મા, પશુપાલન, ફોરેસ્ટ, આરોગ્ય, મિશન મંગલમ શાખા એસબીઆઈ બેન્ક, પ્રાકૃતિક કૃષિના ખેડૂતના સ્ટોલ, જી.એ.ટી.એલ.ના સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર (જામનગર ગ્રામ્ય) એમ.બી.દવે, તાલુકા વિકાસ અધિકારી એન.એ.સરવૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એસ.ગોહિલ,કોર્પોરેટરો, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.