જસદણમાં નમો નવા મતદાતા કાર્યક્ર્મ યોજાયો 

હિન્દ ન્યુઝ, જસદણ

    ગુજરાત પ્રદેશ યુવા મોરચા અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ તેમજ જિલ્લા પ્રભારી મહાવીર સિંહ જાડેજા અને જિલ્લા પ્રમુખ અશ્વિનભાઇ મોલીયા ના માર્ગદર્શન હેઠળ જસદણ શહેર યુવા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા દ્વારા જસદણ ખાતે હરિ બાપા કોલેજ ગ્રાઉન્ડ માં નમો નવા મતદાર કર્યક્રમ નુ આયોજન કરેલ.

આ કાર્યક્રમ માં આદરણીય વડાપ્રધાન મોદી લાઈવ સંબોધન કરી દેશ ના પ્રથમ નવા મતદાર ને જાગૃત કરેલ અને આવનારી પેઢી મજબૂત બને તે બાબતે ચર્ચા કરેલ. આ કાર્યક્રમ માં જસદણ શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી, નગરપાલીકા પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, દીપુભાઈ ગીડા વનરાજભાઈ ખીટ ભારતીય જનતા પાર્ટીના પીઠ આગેવાન, હરીબપા કોલેજના ટ્રસ્ટી અશોકભાઈ મહેતાની, ચંદુભાઈ કચ્છી પાર્ટી આગેવાન, જસદણ શહેર ભાજપ સંગઠન ટીમ જિલ્લા ટીમ તાલુકા ટીમ અને યુવા મોરચા ના હોદેદારો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment