કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, કાલાવડ

કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.

શ્રી વોરા બીબી માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો આમ 2 પરેડ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપવામા આવી. આ કાર્યક્રમમાં નિકાવાની તમામ શાળાઓ, જેમા સરકારી શાળાઓ તેમજ ખાનગી શાળાઓ તેમ દરેક શાળાઓમાંથી વિદ્યાર્થી મિત્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો તેમજ નિકાવા ગામનાં સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, બહોળી સંખ્યામાં ગ્રામજનો, આચાર્ય, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો તેમજ પૂર્વ વિદ્યાર્થીઓ ખૂબ જ બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડયા.

તેમજ ધ્વજવંદનથી લઇ અને કાર્યક્રમની પૂર્ણાહુતિ સુધી ખૂબ જ ઉષ્માભેર પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવ્યો. આમ નિકાવા ગામમાં શ્રી વોરા બી બી માધ્યમિક શાળાનું પટાંગણ રાષ્ટ્રીય રંગે રંગાયુ.

રિપોર્ટર : યાસીન દોઢિયા, નિકાવા 

Related posts

Leave a Comment