સરદાર પટેલ વિનય મંદિર ઓડમા ૭૫ માં પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, આણંદ 

આણંદના ઓડ ખાતે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલમા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઊજવણી કરાઇ. આજના આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ ચંદ્રિકાબેન કિરીટભાઈ પટેલ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ.

આચાર્ય ડો.એમ. કે. ચોચા એ સ્વાગત પ્રવચન કરી મહેમાનો ને આવકાર આપી સન્માનિત કરાયા.

આ કાર્યક્રમમાં શાળાના મંડળ ના પ્રમુખ નિલેશભાઈ મંત્રી હિમેંષભાઈ તથા હોદ્દેદારો, શિક્ષક મિત્રો, શાળાનો અન્ય સ્ટાફ તથા આજુબાજુની સોસાયટીના પ્રમુખ અને સેક્રેટરી પણ હાજર રહ્યા હતા. આજના આ કાર્યક્રમમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી દેશભક્તિના વિવિધ રંગારંગ કાર્યક્રમ દ્વારા ઉજવાયો હતો. જેમાં શાળાનાથી KG થી 8 ધોરણ (અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના)ના વિદ્યાર્થીઓ દ્વારા લોક ડાન્સ, રામ લક્ષ્મણ જાનકી ની ઝાંખી, દેશભક્તિના ગીત ડાન્સ દ્વારા આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રિકાબેન પટેલ દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment