હિન્દ ન્યુઝ, કાલાવડ – જામનગર
જામનગરના વિજરખી ડેમની સરકારી જમીનમાં મુખ્ય માર્ગથી અંદાજે 100 થી 150 મીટર અંદર વિધર્મીઓ દ્વારા ગેરકાયદેસર મજાર બનાવવાના પગલે ‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા આ ગંભીર અને ચિંતાજનક બાબતને વાચા આપવા આક્રોશ સાથે જામનગર કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
‘હિન્દ રક્ષક સંઘ’ દ્વારા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, વિજરખી ડેમ એ જામનગરની જીવાદોરી સમાન છે. આવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક સ્થળે બનેલ ગેરકાયદેસર મજાર ભવિષ્યમાં ગંભીર સુરક્ષા અને પર્યાવરણીય પ્રશ્નો ઉભા કરી શકે છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી, આ ગેરકાયદેસર દબાણને નિયમોનુસાર દૂર કરવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

આ તકે ‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક અધ્યક્ષા માનનીય ડૉ.સીમાબેન પટેલ, લીલુબેન મોઢવાડીયા, દુર્ગા સેના રાષ્ટ્રીય અધ્યક્ષા કુ.રાધાબેન પટેલ, હિંમતભાઈ ગોરી, દીપકભાઈ દવે, ભીમાભાઈ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાળા, ભાર્ગવભાઈ દવે સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.




