દરિયા સામે બાથ ભીડવી સહેલી નથી, પરંતુ યા હોમ કરીને પડો તો તેને જીતી લેવો દૂર પણ નથી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સાહસ, રોમાન્ચ અને ધીરજની પરીક્ષા કરતી પ્રતિ બે વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચે દરિયામાં યોજાતી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અંતર્ગત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. આમ પણ કહેવાય છે કે, દરિયા સામે બાથ ભીડવી જેવાં તેવાનું કામ નથી, તેવા સમયે દરિયાના ઠંડા પાણી, ઉછળતા મોજા, સામેથી આવતા પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અડગ મન અને સાથે સતત…

Read More

તાલાલા શ્રીબાઇ માતાજી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ૬૦૦થી વધુ લોકોને આરોગ્યની સારવાર અપાઇ

હિન્દ ન્યુઝ, તાલાલા      પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્થળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઇ માતાજીના ધર્મસ્થાન ખાતે ત્રણ દિવસીય નૂતન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના લોકોને અવગડતા ન પડે તે માટે વિવિધ સેવાઓ ઉભી કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રાથમિક સારવાર કેન્દ્ર પણ ઉભું કરવામાં આવ્યું હતું અને ત્રણ દિવસમાં ૬૦૦થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં હતી. તાલાલા ખાતેના શ્રીબાઇ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસ સુધી લોકોને આરોગ્યની સેવા આપવામાં આવી હતી. જેમાં શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજના આરોગ્ય કર્મચારીઓ ડો.પરેશભાઇ ચાંડેગરા, ડો.નિલેશભાઇ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ૩૩ મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકો ભાગ લેશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર – ગીર સોમનાથ દ્વારા ૩૩મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા – ૨૦૨૩-૨૪ આવતીકાલે યોજાશે. ભાઈઓ માટેની સ્પર્ધાની શરૂઆત ચોરવાડ બંદર ખાતેથી સવારે ૭:૦૦કલાકે અને બહેનો માટેની સ્પર્ધાની શરૂઆત આદ્રી બંદર ખાતેથી સવારે ૭.૩૦ કલાકે થશે. આ સમુદ્ર તરણ સ્પર્ધામાં ગુજરાતના ૨૨ સ્પર્ધકો, કેરળના ૧, મહારાષ્ટ્રના ૧૧, પશ્ચિમ બંગાળના ૩ સ્પર્ધકો ભાગ લેશે. આ સ્પર્ધાના શરૂઆત પ્રસંગે જિલ્લાના ગણમાન્ય અતિથિઓ પણ ઉપસ્થિત રહેશે.

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં પરીક્ષા સ્થળોની આસપાસ વિવિધ પ્રતિબંધાત્મક હુકમો કરાયા

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની જાહેર પરીક્ષાઓ તા. ૧૧/૦૩/૨૦૨૪થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમિયાન યોજાશે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા પરીક્ષા સ્થળોની આસપાસ જરૂરીયાત મુજબ પ્રતિબંધાત્મક હુકમો કરવામાં આવ્યા છે. જિલ્લામાં ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ જિલ્લા શિક્ષણાધિકારી, ગીર સોમનાથે નકકી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં તા. ૧૧/૦૩/૨૦૨૪થી તા.૨૬/૦૩/૨૦૨૪ના રોજ સવારના ૦૯:૧૫ થી સાંજના ૧૯:૧૫ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે…

Read More

મોરાજ ગામ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ અને મહિલા મતદાતાઓમાં મહિલા અને પુરુષના કુલ મતદાનમાં ૧૦% કે તેથી વધુ તફાવત હોય તેવા ગામોમા મહિલા મતદાર જાગૃતી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે  વેરાવળ તાલુકાના મોરાજ ગામ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મોરાજ ગામમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં વેરાવળ ગ્રામ્ય નાયબ મામલતદાર  વિરાજ કરમટા દ્વારા મહિલાઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવી હતી. ઈવીએમ-વીવીપેટ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. તદુપરાંત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ…

Read More

સમુદ્રી કાચબાને બચાવવા માટે એમપેડા દ્વારા વિશેષ કામગીરી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      NOAA ફિશરીઝ યુએસએ અને ICAR-CIFTના નિષ્ણાતોના સહયોગથી MPEDA દ્વારા ભારતમાં TED (કાચબા છટક બારી) બનાવવાની ક્ષેત્ર પ્રદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 દરમિયાન, MPEDAએ ભારતીય સમુદ્રના પાણીમાં TED પ્રદર્શનને સંવેદનશીલ બનાવવા વેરાવળ, મુંબઈ અને વિઝાગ સહિત દરિયાઈ રાજ્યોમાં ત્રણ TED વર્કશોપ યોજ્યા હતા. યુએસ NOAA ફિશરીઝ નિષ્ણાતો અને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના અધિકારીઓએ ભારતમાં TED (કાચબા છટક બારી) બનાવવાની અને સમુદ્રમાં ઉપયોગ પર 19 થી 25 ફેબ્રુઆરી 2024 દરમિયાન CIFT કોચી ખાતે સ્ટેકહોલ્ડર વર્કશોપ યોજવા માટે ભારતની મુલાકાત લીધી…

Read More

ભાલકા ખાતે વૃંદાવન શાળામાં નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભાલકા ખાતે વૃંદાવન માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને નાણાકિય બાબતો તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે સમજણ મળી રહે તેવા હેતુસર લીડ બેંક એસબીઆઈ વેરાવળ દ્વારા નાણાકિય સાક્ષરતા કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ૧૭૦ કરતા વધારે વિદ્યાર્થીઓને નાણાકિય બાબતો વિશેની જાણકારી તેમજ આર્થિક બાબતો સાથે સંકળાયેલા વિવિધ સ્કેમથી કઈ રીતે બચવું તેની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.   એસબીઆઈ દ્વારા સરકારની પી.એમ.એસ.બી.વાય, પી.એમ.જે.બી.વાય. એ.પી. વાય જેવી સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવી હતી અને વધુમાં વધુ આ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો હતો. ઉપરાંત ડિજિટલ ભારતની વિભાવના સાકાર…

Read More

વેરાવળ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાઈવેટ પ્રેક્ટિશનર્સ માટે એન.ટી.ઈ.પી સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર ગીર સોમનાથ દ્વારા નેશનલ ટ્યૂબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (એન.ટી.ઈ.પી) અંતર્ગત હોટલ દક્ષ ખાતે આઈએમએ-સીએમઈ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં ટીબી નાબૂદી તેમજ પાણીજન્ય રોગચાળો પ્રસરાતો અટકાવવા પી અને એલ ફોર્મ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ટીબી નિર્મૂલન અંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડૉક્ટર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતાં. આ સેમિનારમાં ‘ટીબી મુક્ત ભારત’ના લક્ષ્યને કેન્દ્રમાં રાખતાં વર્ષ ૨૦૧૭-૨૦૨૫ સુધીમાં ટીબી નાબૂદી અંગે નેશનલ સ્ટ્રેટેજિક પ્લાન, ટીબીના છૂપા કેસ શોધવા, ટીબી ડાયગ્નોસ્ટિક ટૂલ, કોમ્યુનિટીમાં ટીબીના કેસની ઓળખ, ટીબીના લક્ષણો, ડેથ રેશિયો ઘટાડવા, ટીબીની સારવારમાં અદ્યતન…

Read More

ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT ઍપ્લિકેશન્સ અંગે ૧૦૦થી વધુ IT ઑફિસર્સને તાલીમ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    મુક્ત અને ન્યાયી ચૂંટણીઓના સંચાલનને વધુ સરળ અને સુચારૂ બનાવવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા વિવિધ IT ઍપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન્સના ઉપયોગ અંગે રાજ્યના તમામ જિલ્લામાં કાર્યરત IT ઍપ્લિકેશન્સ નોડલ ઑફિસર્સ, સિસ્ટમ સુપરવાઈઝર્સ તથા NIC ઑફિસર્સ માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા એક દિવસીય તાલીમ વર્કશૉપ યોજાયો. ગાંધીનગર ખાતે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી કુલદીપ આર્યના અધ્યક્ષસ્થાને યોજાયેલા તાલીમ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારીપત્રો ભરવા, સોગંદનામા, વિવિધ પરવાનગીઓ, મતગણતરી, સર્વિસ વોટર પોર્ટલ અને સ્ટાફ રેન્ડમાઈઝેશન માટે તૈયાર કરવામાં આવેલી…

Read More

જિલ્લા કક્ષાના બે દિવસીય કલા મહાકુંભ સ્પર્ધાને ખુલ્લો મુકતા સાંસદ ગીતાબહેન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુરની એસ.એફ. હાઈસ્કુલમાં આજરોજ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. ૬ વર્ષથી લઈને કોઈ પણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવુતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર આયોજિત તથા એસ.એફ. હાઈસ્કુલના સહયોગથી અલગ અલગ કલાને અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ-૨૦૨૪ની સ્પર્ધાઓને આજરોજ ખુલ્લી મુકવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આપણી જુદી જુદી કલાઓને જીવંત રાખતા કસબીઓને રાજ્યકક્ષાનો મંચ પુરો પાડતો ઉત્સવ કલા મહાકુંભ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે…

Read More