પ્રાકૃતિક કૃષિ જ આગામી સમયમાં ખેડૂતો માટે લાભદાયી પૂરવાર થશે : ઠાકરશીભાઈ ધાનાણી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર-સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિશે બહોળા પ્રમાણમાં ખેડૂતોને જાણકારી મળે તે માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામના ધાનાણી ઠાકરશીભાઈએ પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો. ધાનાણી ઠાકરશીભાઈએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, સુભાષ પાલેકરની પ્રેરણાથી મારા ૧૦ વીઘા જમીનમાં આંબા, ચણા સહિતની ખેતપેદાશોમાં પ્રાકૃતિક ખેતી કરું છું. છેલ્લા છ વર્ષથી આંબાનાં બગીચામાં આંબામાં એકપણ છોડ પર રોગ આવ્યો નથી તેનું કારણ હું જીવામૃતનો છંટકાવ કરીને ઉપયોગ કરુ…

Read More

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના નાનાવાડા ગામના વતની અને પ્રાકૃતિક ખેતી કરતા કાજલબેન વાળાએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો. કાજલબેન વાળાએ જણાવ્યું હતું કે, હું ચાર વર્ષથી ત્રણ એકર જમીનમાં શાકભાજી, ઘઉં અને કઠોળની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. વર્ષ ૨૦૧૯માં આત્મા દ્વારા આયોજીત શિબિરમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ મેળવી હતી. મારા ખેતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પહેલા વર્ષે જ ખેતીના ખર્ચમાં ૫૦%નો ઘટાડો થયો હતો અને…

Read More

ગીર સોમનાથ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના ખેડૂત ભાઈઓ, સખી મંડળની બહેનો, શાળાના શિક્ષકો અને યોગ શિક્ષકોને પ્રાકૃતિક ખેતી અંગેની સમજ અને જાણકારી મળી રહે તેવા હેતુથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’માં રાજ્યપાલએ સંબોધનને બદલે ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો-ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વપરાશથી…

Read More

રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬મો પદવીદાન સમારોહ આજે વેરાવળ ખાતે યોજાયો હતો. રાજ્યપાલએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત એ વેદોની ભાષા છે, દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે. આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે. રાજ્યપાલએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે. જે લોકો સંસ્કૃત નથી…

Read More

જોડીયા પોલીસ સ્ટેશન ખાતે કબજે કરવામાં આવેલા વાહનોના માલિકોએ વાહન છોડાવવા અંગે

હિન્દ ન્યુઝ, જામનગર  જોડીયા પોલીસ સ્ટેશન ખાતે જુદા-જુદા ગુન્હાના કામે તેમ જ એમ.વી.એકટ-૨૦૭નાં કામે કબ્જે કરવામાં આવેલ જે નીચે જણાવેલ વાહન માલીકોને અવાર-નવાર પોલીસ સ્ટેશન દ્વારા લેખીત તથા મૌખીક જાણ કરવા છતા વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આગામી ૭ દિવસમાં તેઓને વાહન છોડાવવા અંગેની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ કાયદાકીય નિયમો અનુસાર વાહનોની જાહેર હરાજી કરી હરાજીમાં ઉપજેલ નાણા સરકારશ્રી ખાતે જમા કરવામાં આવશે. જે માલિકોને વાંધા અરજીઓ હોય તેઓએ ૭ દિવસની અંદર જોડીયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ આવેલી રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવશે…

Read More

તક્ષશિલા ઈંગ્લીશ સ્કુલના ખેલાડીઓ સાબરકાંઠા જિલ્લા ખેલ મહાકુંભ કરાટેમાં ઝળક્યા

હિન્દ ન્યુઝ, ઈડર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, હિંમતનગર – સાબરકાંઠા) દ્વારા ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ભાઈઓ અને બહેનો ની સ્પર્ધા તારીખ ૧૦/૦૨/૨૦૨૪ અને ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ સાબર સ્ટેડીયમ, હિંમતનગર ખાતે યોજાઈ ગઈ.    આ સ્પર્ધામાં તક્ષશિલા ઈંગ્લીશ સ્કુલના ખેલાડીઓએ સુંદર પ્રતિનિધિત્વ કરી વિજેતા થયેલ છે. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ દિર્ધા મુકેશભાઈ પટેલ, અંડર-૧૭ (+ ૬૮ કિ.ગ્રા), જિલ્લા કક્ષાએ દ્વિતીય નિખીલ કલ્પીતકુમાર મેવાડા, અંડર-૧૪ (૫૦-૫૫ કિ.ગ્રા.), ક્રિશા વિમલકુમાર સોની અંડર-૧૪ (૩૮-૪૨ કિ.ગ્રા.) અને જિલ્લા કક્ષાએ તૃતીય…

Read More

ભાવનગરમાં તા.૧૬ ના રોજગાર ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રનાં અંદાજિત ૦૭ એકમ (કંપની)માં, આઇટીઆઇ. ડિપ્લોમા (મિકેનિકલ), ૧૦પાસ, ૧૨પાસ, ગ્રેજયુએટ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓ માટે મિકેનિક, વેલ્ડર, સુપરવાઇઝર, પેઇન્ટર(કલર કામના જાણકાર), વર્કર, સેલ્સ ઓફિસર, સેલ્સ એક્સિક્યુટિવ. માર્કેટિંગ એક્સિક્યુટિવ. ઓફિસ એક્સિક્યુટિવ, ટેલિકોલર વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. ઉપરોક્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૬/૦૨/૨૦૨૪ (શુક્રવાર), સમય: સવારે ૧૦:૩૦ કલાકે,આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, જિ. ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪(ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે…

Read More

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સોમનાથ હેલીપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે યોજાનાર શ્રી સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહ અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં સહભાગી થવા માટે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસીય પ્રવાસે સોમનાથ હેલીપેડ ખાતે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલ નું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. સોમનાથ હેલીપેડ ખાતે કલેક્ટર ડી.ડી. જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સૂકાન્તકુમાર સેનાપતિએ રાજ્યપાલનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

Read More