દિયોદર રીક્ષા ચાલક પરણિત મુસ્લિમ યુવક હિન્દૂ યુવતી ને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો, પોલીસે ગણતરી ના કલાકો માં ઝડપી પાડ્યો

હિન્દ ન્યૂઝ, દિયોદર

બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક માં એક 17 વર્ષ ની સગીર યુવતી ને લગ્ન કરવાના ઇરાદે રીક્ષા ચાલક પરણિત મુસ્લિમ યુવક ને ભગાડી ને લઈ જતા સમગ્ર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. જે મામલે પોલીસે ગણતરી ના કલાકો માં મુસ્લિમ યુવક ને યુવતી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

જાણવા મળતી માહિતી મુજબ દિયોદર ટેલિફોન એકચેન્જ પાસે રહેતી સોનલ નામ બદલ્યું છે જે પોતાના ઘરે એકલી હતી અને પરિવારજનો સોનલ ની સગાઈ માટે ધુણસોલ ગામે ગયેલ હતા. તે સમય દિયોદર માં રહેતો અને રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો પરણિત યુવક શરીફ ઉર્ફ કાળિયો હમિદભાઈ સુમરા (મુસલમાન) સગીરા ને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. જેમાં સગીરા ના પરિવારજનો ઘરે પરત ફરતા તેમની દીકરી જોવા ના મળતા પરિવારજનો એ આજુ બાજુ સગા સબધી માં શોધખોળ કરી હતી. જેમાં અવાર નવાર શરીફ ઉર્ફ કાળિયો સુમરા પોતાની રીક્ષા લઈ અનેક વખત આવન જાવન કરતો હોઈ સગીરા ને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો હોવાનું જાણવા મળતા સગીરા ની માતા એ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી શરીફ ઉર્ફ કાળિયો સુમરા વિરુદ્ધ અપહરણ નો ગુન્હો દાખલ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં બનાસકાંઠા એસ.સી. એસ ટી વિભાગ ના ડી.વાય.એસ.પી વી.કે.પડ્યા ના માર્ગ દર્શન હેઠળ દિયોદર પોલીસ હીરાભાઈ, દિનેશભાઇ ટાઉન જમાદાર, નરેશભાઈ વગેરે પોલીસ માણસો એ તપાસ શરૂ કરતાં ખાનગી બાતમી ના આધારે પાલનપુર ના ચંડીસર પાસે થી મુસ્લિમ પરણિત યુવક અને યુવતી ને ઝડપી લીધા હતા. જેમાં બંને ને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળ ની તપાસ હાથ ધરવામાં આવી છે.
બનાવ ના પગલે સમગ્ર દિયોદર પથક માં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં પોલીસે ગણતરી ના કલાકો માં આરોપી શરીફ ઉર્ફ કાળિયો સુમરા ના ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથક ખાતે લાવી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધો છે. જેમાં આ બનાવ ના પગલે વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યો પણ પોલીસ મથક દોડી આવ્યા હતા.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment