પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીનો અનુભવ વર્ણવતા નાનાવડાના ખેડૂત

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

   ગીર-સોમનાથ જિલ્લામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં કોડિનાર તાલુકાના નાનાવાડા ગામના વતની અને પ્રાકૃતિક ખેતી કરતા કાજલબેન વાળાએ પોતાનો પ્રતિભાવ વર્ણવ્યો હતો.

કાજલબેન વાળાએ જણાવ્યું હતું કે, હું ચાર વર્ષથી ત્રણ એકર જમીનમાં શાકભાજી, ઘઉં અને કઠોળની દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. વર્ષ ૨૦૧૯માં આત્મા દ્વારા આયોજીત શિબિરમાં ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ પણ મેળવી હતી. મારા ખેતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને પહેલા વર્ષે જ ખેતીના ખર્ચમાં ૫૦%નો ઘટાડો થયો હતો અને મારી જમીનની ફળદ્રુપતા પણ વધી હતી. આજે હું મારા ખેત પેદાશોનું એફપીઓ દ્વારા તેમજ જાહેરાત કરીને વેચાણ કરું છું. જેનાથી ખેતપેદાશોના ભાવો વધુ મળે છે. વધુમાં તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરીને જમીનને બંજર બનતી અટકાવવા અને પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્ય સહિતનું રક્ષણ કરવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment