તક્ષશિલા ઈંગ્લીશ સ્કુલના ખેલાડીઓ સાબરકાંઠા જિલ્લા ખેલ મહાકુંભ કરાટેમાં ઝળક્યા

હિન્દ ન્યુઝ, ઈડર

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત (રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, હિંમતનગર – સાબરકાંઠા) દ્વારા ખેલ મહાકુંભ 2.0 જિલ્લા કક્ષા કરાટે સ્પર્ધા ભાઈઓ અને બહેનો ની સ્પર્ધા તારીખ ૧૦/૦૨/૨૦૨૪ અને ૧૧/૦૨/૨૦૨૪ ના રોજ સાબર સ્ટેડીયમ, હિંમતનગર ખાતે યોજાઈ ગઈ.

   આ સ્પર્ધામાં તક્ષશિલા ઈંગ્લીશ સ્કુલના ખેલાડીઓએ સુંદર પ્રતિનિધિત્વ કરી વિજેતા થયેલ છે. જેમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ દિર્ધા મુકેશભાઈ પટેલ, અંડર-૧૭ (+ ૬૮ કિ.ગ્રા), જિલ્લા કક્ષાએ દ્વિતીય નિખીલ કલ્પીતકુમાર મેવાડા, અંડર-૧૪ (૫૦-૫૫ કિ.ગ્રા.), ક્રિશા વિમલકુમાર સોની અંડર-૧૪ (૩૮-૪૨ કિ.ગ્રા.) અને જિલ્લા કક્ષાએ તૃતીય વૈદેહી દિપકકુમાર સોની, અંડર-૧૪ (૪૬-૫૦ કિ.ગ્રા.) આવેલ છે.

તમામ ખેલાડીઓને માર્ગદર્શન કરાટે કોચ અલ્પેશ રામાણી (બ્લેક બેલ્ટ) દ્વારા આપવામા આવ્યું સાથે વિજેતા થયેલ તમામ ખેલાડીઓને તક્ષશિલા ઈંગ્લીશ સ્કુલ ના પરિવાર વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ઈડર તાલુકા બ્યુરોચીફ : રીતેશ પટેલ

Related posts

Leave a Comment