જોડીયામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ટેકવોન્ડોની સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર   સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન તળે જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની ટેકવોન્ડો સ્પર્ધા જે.પી.મોદી સ્કુલ- વસઈ અને બહેનોની સ્પર્ધા ડી.એલ.એસ.એસ.- કાલાવડમાં યોજાઈ હતી. ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં શ્રી સાંઈ વિદ્યા સંકુલ- જોડીયાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાંથી અલગ-અલગ વય જૂથ અને વજન જૂથના આધારે ગોલ્ડ મેડલ કેટેગરીમાં મકવાણા શ્વેત, ભાંભોર રણછોડ, રામાવત તુલસી, ભીમાણી દિયા, ઝાપડા સંદીપ અને વકાતર રવિકુમાર, સિલ્વર મેડલ કેટેગરીમાં સોયગામા ભાવેશ, સાંચલા શિવમ, પિંગળ યશરાજસિંહ,…

Read More

જોડિયામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જોડિયા     ખેલ મહાકુંભ 2.0 અન્વયે જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જોડિયાની સાંઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જુથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો હતો. સંસ્થાના ટ્રસ્ટીઓ અને જોડીયા તાલુકાના કન્વીનર જગદીશ વિરમગામા દ્વારા ખેલ સમારોહનું ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમ, અંડર 17 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર બી.એમ.પટેલ ટીમ અને ઓપન વય જૂથમાં પ્રથમ ક્રમાંક સુમરા ટીમે પ્રાપ્ત…

Read More

જામનગરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર   જામનગરના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ માટે હેલ્થ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ અંગેની તાલીમ આપવામાં આવી હતી અને રીવ્યુ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉકત બેઠકમાં, જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો.નૂપુર પ્રસાદ, જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ ખારેચા, કૈલાશ વૈષ્ણવ, વિરલ કામદાર અને સોહીલ વિમલ ગઢીયા ઉપસ્થિત રહયા હતા    

Read More

રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી બાળકોનું રસીકરણ કરવા પહોંચી ત્યારે બાળકોના પરિવારજનોએ ના પાડતાં આરોગ્યની ટીમ દ્વારા તેઓને રસીકરણ અને તેના ફાયદા વિષે સમજૂતી આપ્યા બાદ ૮ બાળકોને મીઝલ્સ રૂબેલા, ડી.પી.ટી , હિપેટાઈટિસ-B, ન્યુંમોકોકલ , પી.સી.વીની રસી આપવામાં આવી હતી. આ કામગીરી…

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા અન્ય કામગીરી માટે તાલુકા મથકોએ રોજગાર અધિકારી મળશે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોએ સ્વખર્ચે કેમ્પનાં સ્થળે તમામ અસલ પ્રમાણપત્રો, ઝેરોક્ષ નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે જવાનું રહેશે. જો કેમ્પની તારીખે જાહેર રજા આવતી હોય તો ત્યાર પછીના કામકાજના ચાલુ દિવસે જે તે જણાવેલ સ્થળે સંપર્ક સાધવાનો રહેશે. આ નામ નોંધણી કેમ્પ શિહોર તાલુકાનાં પથિકાશ્રમ ખાતે ૭ તારીખે, ગારીયાધાર તાલુકાનાં સરકારી આરામગૃહ ખાતે…

Read More

ભાવનગર જીલ્લામા કાર્યરત મનરેગા યોજના હેઠળ અમલીકરણની કામગીરી બાબતે લોકપાલને રજૂઆત કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભારત સરકાર ના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત અમલીકરણ થતી એમ.જી.નરેગા યોજના હેઠળ ફરિયાદોના નિકાલ માટે સરકાર એ રાજ્યના દરેક જીલ્લામાં લોકપાલ તરીકે નિમણુક કરી છે. ભાવનગર જીલ્લાના લોકપાલ (મનરેગા) તરીકે શ્રી દેવેનકુમાર ભટ્ટ ની નિમણુક કરવામાં આવી છે. અને જેઓ ને મનરેગા યોજના હેઠળ ના કામો અંતર્ગત કોઈ પણ પ્રકાર ની ફરિયાદ હોય તે લોકપાલ ની કચેરી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બીજો માળ, ઇન્કમટેક્ષ ઓફીસ પાસે, મોતીબાગ, ભાવનગર ના સરનામે રૂબરૂ અથવા લેખિતમા અથવા મોબાઈલ નંબર :- ૯૦૯૯૯૭૪૭૬૭ ઉપર ફરિયાદ/રજુઆત કરી શકાશે. ગ્રામ્ય વિસ્તારમા નરેગા યોજના હેઠળ…

Read More

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી-ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       શેત્રુંજી સિંચાઇ યોજનામાં રબી – ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે. જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી – ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.

Read More

ઉમરાળા ખાતે તા. ૨૧ ફેબ્રુઆરી ના રોજ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ઉમરાળા તાલુકા કક્ષાનો ફેબ્રુઆરી-૨૦૨૪ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૧/૦૨/૨૦૨૪ ને બુધવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઉમરાળા, મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે.    

Read More

ભાવનગર જીલ્લામાં એપ્રેન્ટીસ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ મહિલાઓ તા. ૭ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને એક્ષ ઓફીસીઓ ભાવનગર ની કચેરી દ્વારા ભાવનગર જીલ્લાના એપ્રેન્ટીસ એક્ટ હેઠળ નોંધાયેલ એકમો તથા એકમો ખાતે તાલીમ મેળવતા “મહિલા એપ્રેન્ટીસો” ને ખાસ જણાવવામાં આવે છે કે, ભાવનગર જીલ્લામાં એપ્રેન્ટીસ એક્ટ અધિનિયમ હેઠળ નોંધાયેલ એકમો ખાતે એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ તા.૦૧/૦૪/૨૦૨૩ થી તાલીમ મેળવતા “મહિલા એપ્રેન્ટીસ” ને ગુજરાત સરકાર તરફથી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં મહિલા એપ્રેન્ટીસો ઉમેદવારી વધે તથા સ્ત્રી-સશક્તિકરણ ને પ્રોત્સાહન રૂપે માસિક રૂ.૧૦૦૦/- (નિયમાનુસાર) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજના હેઠળ (DBT) મહિલા એપ્રેન્ટીસોના બેંક બચત ખાતામાં ચુકવણી કરવા પાત્ર થાય છે. આથી…

Read More

લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના રાજ્યકક્ષાના પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રથમ તબક્કો સંપન્ન

હિન્દ ન્યુઝ, ભાવનગર  આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.૦૨ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નૅશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા ૮૩ જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઘડવામાં આવેલા નિયમો, તેને અનુરૂપ અદ્યતન સૂચનાઓ અને નિયત ચૂંટણી પ્રક્રિયાઓ થકી ચૂંટણીઓનું સરળ સંચાલન સુનિશ્વિત કરવા ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય…

Read More