સિહોર ટાણા રોડની દક્ષિણે આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, સિહોર

             ભાવનગર જિલ્લાના સિહોર ગામની સર્વે નં ૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૨૮/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૨/૨૦૨૨ તથા તા.૧૮/૦૨/૨૦૨૨નાં રોજ ભાવનગર જિલ્લાનાં ૩ ગુજરાત એર સ્ક્વોડ્રન NCC, ભાવનગરનાં કેડેટ્સનાં ટ્રેનિંગ કેમ્પનાં ભાગરૂપે આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજા થશે

Related posts

Leave a Comment