રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર

   જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી બાળકોનું રસીકરણ કરવા પહોંચી ત્યારે બાળકોના પરિવારજનોએ ના પાડતાં આરોગ્યની ટીમ દ્વારા તેઓને રસીકરણ અને તેના ફાયદા વિષે સમજૂતી આપ્યા બાદ ૮ બાળકોને મીઝલ્સ રૂબેલા, ડી.પી.ટી , હિપેટાઈટિસ-B, ન્યુંમોકોકલ , પી.સી.વીની રસી આપવામાં આવી હતી.

આ કામગીરી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , તાલુકા હેલ્થ ઓફીસર ડો.જગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ એફ.એચ.ડબલ્યુ કાજલબેન રાવલીયા , ડાકોરા સુજાનાબેન દ્વારા કરવામાં આવી હતી.

 

 

Related posts

Leave a Comment