હિન્દ ન્યુઝ, જામનગર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન તળે જામનગર જિલ્લામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની ટેકવોન્ડો સ્પર્ધા જે.પી.મોદી સ્કુલ- વસઈ અને બહેનોની સ્પર્ધા ડી.એલ.એસ.એસ.- કાલાવડમાં યોજાઈ હતી.
ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં શ્રી સાંઈ વિદ્યા સંકુલ- જોડીયાના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાંથી અલગ-અલગ વય જૂથ અને વજન જૂથના આધારે ગોલ્ડ મેડલ કેટેગરીમાં મકવાણા શ્વેત, ભાંભોર રણછોડ, રામાવત તુલસી, ભીમાણી દિયા, ઝાપડા સંદીપ અને વકાતર રવિકુમાર, સિલ્વર મેડલ કેટેગરીમાં સોયગામા ભાવેશ, સાંચલા શિવમ, પિંગળ યશરાજસિંહ, જોગેલ રાજેશ, ધામેચા પરેશ, ભીમાણી હેત, ગોધાણી અભી, કાસુન્દ્રા જયશ્રી, ખાટરીયા માનસી અને રાસમીયા મૌલી અને બ્રોન્ઝ મેડલ કેટેગરીમાં નંદાસણા શ્યામ, સોયગામા વરૂણ, કાલાવડીયા હેપી, રાઠોડ સુમિત, ભરવાડ કાનાભાઈ, સંગાડા સૃષ્ટિરાજ, પોપટપુત્રા તાબીસ, ખાંભુ અમિત, રામાવત પ્રેમ, ઝાલા મહિપાલસિંહ, દંગી હર્ષિલ, ભીમાણી નિરવ, ભીમાણી ચિન્ટુ, પરમાર મેહુલ, પરમાર રાજ, પનારા ઉર્વી, જાડેજા ગાયત્રીબા, કુંડારિયા હાર્વીબેન, ટોયટા જાગૃતિ, જાવિયા રૂત્વી, મારવણીયા સાક્ષી, ભીમાણી ખુશી, કાનાણી પ્રાચી અને નંગામરા અક્ષાબાનુને વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના આચાર્ય જગદીશ વિરમગામા, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ અને કોચ જયવિરસિંહ સરવૈયાએ જહેમત ઉઠાવી હતી.