જોડિયામાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, જોડિયા

    ખેલ મહાકુંભ 2.0 અન્વયે જામનગર જિલ્લા કક્ષાની ભાઈઓની કબડ્ડી સ્પર્ધાનું આયોજન જોડિયાની સાંઈ વિદ્યા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં વય જૂથ અંડર 14, અંડર 17 અને ઓપન વય જુથની સમગ્ર જામનગર જિલ્લાની 31 ટીમોએ ભાગ લીધો હતો.

સંસ્થાના ટ્રસ્ટીઓ અને જોડીયા તાલુકાના કન્વીનર જગદીશ વિરમગામા દ્વારા ખેલ સમારોહનું ઉદ્ઘાટન કરાયું હતું. સમગ્ર જામનગર જિલ્લામાં અંડર 14 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર શ્રી લખતર પ્રાથમિક શાળા ટીમ, અંડર 17 વય જૂથમાં પ્રથમ ક્રમાંક પર બી.એમ.પટેલ ટીમ અને ઓપન વય જૂથમાં પ્રથમ ક્રમાંક સુમરા ટીમે પ્રાપ્ત કર્યો હતો. વિજેતા થયેલી ટીમો આગામી દિવસોમાં ઝોનકક્ષા અથવા રાજ્યકક્ષાએ જામનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ.એ.જી. સ્ટાફ, ઓફિસિયલ ટીમ, પોલીસ સ્ટાફ, વ્યાયામ શિક્ષકો અને સંસ્થાએ સહયોગ પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં, સંસ્થાના ટ્રસ્ટી અમિત ગોધાણી, શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં ખેલાડીઓ હાજર રહ્યા હતા.

 

 

 

Related posts

Leave a Comment