ગીર સોમનાથના સુત્રાપાડામાં રોડની કામગીરી માટે ડાયવર્ઝન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. રોડની કામગીરી કરવા માટે ૭.૦ કિ.મી. રોડ સંપૂર્ણપણે બંધ કરી વૈકલ્પીક રૂટ પર ટ્રાફિક ડાયવર્ટ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામાં મુજબ સુત્રાપાડા ફાટકથી સુત્રાપાડા જી.એચ.સી.એલ. સુધીનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરી આ રસ્તા પરનો વાહન વ્યવહાર નીચે મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા  જેમા રૂટ નં.૧) બીજ ગામથી નદીમાં થઈ નેશનલ હાઈવે તેમજ રૂટ નં.૨) બીજહરણાસા-ખાલેજનો પાવિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવ તેમજ  રૂટ નં.૩) લાટી-હરણાસા– ખાલેજનો પાવિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે  તેમજ  રૂટ નં.૪) પાવિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે તેમજ રૂટ નં.પ) સુત્રાપાડા-જી.એચ.સી.એલ.-ખાલેજનો પાવિક્રમેશ્વર મંદિરથી નેશનલ હાઈવે સુધી રહેશે.

ઉપરાંત રૂટ નં.૬) ભારે વાહનો આવવા અથવા જવા બન્નેમાંથી એક સુત્રાપાડા-લોઢવા-પાદરૂકા− થરેલી વાળા રસ્તા પરથી અને રૂટ નં.૭) નાના અને મોટા બન્ને વાહનો આવવા જવા વૈકલ્પિક રસ્તા તરીકે અંબુજા કોરીડોરધામળેજલોઢવા ગામના રસ્તા પરથી મુજબના વૈકલ્પીક રૂટ પર ડાયવર્ટ કરાયા છે. આ જાહેરનામુ બહાર પાડયા તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment