હિન્દ ન્યુઝ, જસદણ
તા.14.3.2023 ના રોજ જસદણ એસટી ડેપોમાં જસદણ થી સુરત જવા માટે નવી બે સ્લીપર એસટી બસ મૂકવામાં આવેલ આ નવી બસ ને ઓમ શાંતિ સંસ્થા દીદી દ્વારા પૂજન વિધિ કરવામાં આવેલ તેમજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને જિલ્લા ભાજપના આગેવાન પંકજભાઈ ચાવ દ્વારા લીલી ઝંડી આપી હતી ને એસટી ડેપો મેનેજર સાહેબ પીયુ મીર દ્વારા શ્રીફળ વધેરી ગાડીને રવાના કરવામાં આવેલ ત્યારે એસટી સ્ટાફ ગણ કર્મચારી મંડળના પ્રમુખ દિલીપભાઈ ગીડા, મજૂર મહાજન ના પ્રમુખ ભરતભાઈ તેરૈયા, મજુર સંઘના પ્રમુખ અનવરભાઈ પઠાણ સાથે એસટી વિભાગના ડ્રાઇવર કંડકટર, હેલ્પર તેમજ તમામ સ્ટાફ હાજર રહેલ, રાજકીય આગેવાન પંકજભાઈ ચાંવ, વિજયભાઈ રાઠોડ, ડો. કેતનભાઇ સાવલિયા, જાણીતા સાહિત્યકાર પવુભા ગઢવી સહિત આગેવાનો ઉપસ્થિત રહેલ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ગુજરાતમાં અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેમની એક આ પ્રજાની સુખાકારી માટે નવી એસટી બસ આપવામાં આવેલ તે બદલ વાહન વ્યવહાર મંત્રી તેમજ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો આભાર માનવામાં આવેલ.
તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ