કેશોદ તાલુકામાં શ્રાવણ માસમાં આંબે કેરી આવતા લોકોમાં આશ્ચર્ય

કેશોદ,

કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાય છે. ઉનાળામાં ફળોના રાજા કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળે છે. ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાય છે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ આંબાનું વાવેતર કરેલ છે . જેમાંના એક આંબામાં હાલમાં પણ કેરી જોવા મળતા ચર્ચાનો વિષય બની ગયો છે. સરેરાશ આંબામાં આવેલ કેરીની સિઝન ચોમાસાની શરૂઆતમાં પુર્ણ થાય છે, જ્યારે ચોમાસાના દોઢ મહીના બાદ પણ આંબામાં કેરી જોવા મળી રહી છે. જો કે હાલમાં આંબામાં માત્ર એક જ કેરી છે. નર્શરી ધરાવતા તથા આંબાની કલમો તૈયાર કરતા નિષ્ણાંતોના કહેવા મુજબ આ એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના ગણાવી રહયા છે તેમજ બારમાસી આંબાની કલમોમાં વર્ષમાં બે થી ત્રણ વખત કેરી આવે છે પણ તે શ્રાવણ મહીનામાં ફળ આવતા નથી અને તેમાં કેરીનું મોટું ફળ પણ થતું નથી તેમજ એક અનુભવી ખેડુતે આ કેરીને પાયરી જાતી તરીકે ઓળખાવી રહ્યા છે.

આ બાબતે સંશોધનકારો દ્વારા આ બાબતનું સંશોધન કરવામાં સફળતા મળે તો કેરી સ્વાદ રસીકોને અડધો વર્ષથી વધું સમય કેરીનો સ્વાદ ચાખવા મળશે તેવું પણ બની શકે પણ હાલમાં કેસર કેરીથી અલગ દેખાતી કેરી શ્રાવણ મહીનામાં પણ જોવા મળતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

રિપોર્ટ : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment